
હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે હાલમાં લોકો આ વિડિયોને ખૂબ શેર કરી રહ્યા છે વિડિયોમાં જણાવ્યા અનુસાર ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર એક પૂર જડપે બાઇક ચાલે છે.
જેમાં એક કપલ સાથે બાળક પણ શામેલ છે જે દરમિયાન બાઈકની સ્કૂટી સાથે ટક્કર થતાં બાઇક પર સવાર દંપત્તિએ બેલેન્સ ગુમાવ્યું હતું આના કારણે તેઓ માર્ગ પર પટકાયા હતા.
જોકે બાઇક પર સવાર બાળક જરા પણ ડગ્યું ન હતું અડધા કિલોમીટર સુધી બાળક બાઇક પર સવાર રહ્યું હતું અને બાઇક સીધી લાઇનમાં જઈ રહી હતી આશ્ચર્યની વાતએ છે કે રસ્તા પર ટ્રક અને બીજા સાધનો પણ જઈ રહ્યા હતા.
આ બધાની વચ્ચે બાઇક સીધી લાઇનમાં જ ચાલતી હતી આગળ જતાં બાઈક આપોઆપ ધીમી પાડીને ડિવાઇડર સાથે અથડાઇ હતી જેમાં બાળક ડિવાઈડરના ઘાસ પર પડે છે અને સુરક્ષિત રહે છે આ પરથી એક કહેવત સાચી પડી છે કે રામ રાખે તેને કોણ ચાખે.
Leave a Reply