કોણ છે શીઝાન ખાનની ની સિક્રેટ ગર્લફ્રેન્ડ ! પોલીસે કરી પુષ્ટિ, જેનાં કારણે તુનિષા એ બ્રેઅકપ કર્યું હતું…

who is Sheejan's secret girlfriend

ટીવી અભિનેત્રી તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડ કરાયેલા શીઝાન મોહમ્મદ ખાનના પોલીસ રિમાન્ડ આજે (28 ડિસેમ્બર) પૂરા થઈ રહ્યા છે. પોલીસ આજે શીજાનને વસઈ કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ વધારવાની માંગ કરશે. દરમિયાન, શીઝાનની એક સિક્રેટ ગર્લફ્રેન્ડનો ખુલાસો થયો હતો અને શીઝાને તેની સાથેની વોટ્સએપ ચેટ ડિલીટ કરી દીધી હતી.

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસની સમગ્ર તપાસ વોટ્સએપ ચેટ પર ટકી છે પોલીસ તુનીશા અને શીજાન વચ્ચેની ચેટની તપાસ કરી રહી છે. આ ચેટ 250 થી 300 પેજની છે અને પોલીસ આ ચેટમાં બંને વચ્ચેના બ્રેકઅપનું કારણ શોધી રહી છે.

મળતી માહિતી મુજ આ ચેટ જૂનથી અત્યાર સુધીની છે, જેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં શીઝાન મોહમ્મદ ખાનની એક ગુપ્ત ગર્લફ્રેન્ડનો ખુલાસો થયો છે જાણવા મળ્યું છે કે શીજને એક છોકરી (ગુપ્ત પ્રેમિકા) સાથેની વોટ્સએપ ચેટ ડિલીટ કરી દીધી હતી.

જેને પોલીસ પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે આ માટે પોલીસ વોટ્સએપને પત્ર લખીને ચેટ પુનઃપ્રાપ્ત કરવા માટે મદદ લેશે શેઝાન મોહમ્મદ ખાનને આજે કોર્ટમાં રજુ કરવાનો છે અને પોલીસ ડિલીટ કરાયેલી ચેટના આધારે કોર્ટમાં ફરીથી શીઝાનના રિમાન્ડની માંગણી કરી શકે છે.

પોલીસ કોર્ટમાં શીજનના રિમાન્ડ વધારવા માટે અપીલ કરશે જેથી કરીને શીજને માત્ર એક છોકરી સાથેની ચેટ કેમ ડિલીટ કરી તેની તપાસ કરી શકાય આ સાથે હજુ પણ એક પ્રશ્ન છે કે શું શીજને આ ચેટ તુનિષાની આત્મહત્યા પહેલા કે પછી ડિલીટ કરી છે

જણાવી દઈએ કે હજુ સુધી પોલીસ દ્વારા શીજનની ગુપ્ત ગર્લફ્રેન્ડનું નામ અને ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી આ સિવાય પોલીસે સેટ પરના શૂટિંગનું ડીવીઆર પણ કબજે કર્યું છે જેથી જાણી શકાય કે સેટ પર કંઈક થયું હતું, જેના પછી તુનિષાએ આવું પગલું ભર્યું હતું. પોલીસે કાચા વિડિયો ફૂટેજ પણ પોતાના કબજામાં લીધા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*