મુકેશ અંબાણીના સબંધીમાં કોણ છે સૌથી વધુ અમીર, એકના પાસે તો 24830 કરોડની સંપત્તિ છે…

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે તેઓ એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ પણ છે તે સતત વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 10માં યથાવત છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મીડિયા ગેસ અને મનોરંજન સહિતના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલી છે તે ઘણી રેડિયો ચેનલો પણ ચલાવે છે અને તેની કંપનીઓ ફિલ્મોમાં પણ રોકાણ કરે છે.

આજના સમયમાં મુકેશ અંબાણી પાસે અબજોની સંપત્તિ છે સાથે જ તેમના સબંધી પણ ખૂબ જ સમૃદ્ધ છે આવો જાણીએ મુકેશ અંબાણીના સહયોગીઓની કેટલી સંપત્તિ છે.

શ્લોકા મહેતાના પિતાનું નામ અરુણ રસેલ મહેતા છે રસેલ દેશના સૌથી પ્રખ્યાત હીરાના વેપારીઓમાંના એક છે તેઓ રોઝી બ્લુ કંપનીના એમડી છે શ્લોકા મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની છે રસેલ મહેતાની કુલ સંપત્તિ 3100 કરોડ રૂપિયાની આસપાસ છે આજે રસેલની કંપની 12 દેશોમાં સક્રિય છે.

ઈશા અંબાણી મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી છે તેણીના લગ્ન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. પિરામલ એન્ટરપ્રાઇઝિસ ફાર્મા હેલ્થકેર અને નાણાકીય સેવાઓમાં રસ ધરાવે છે અજય પીરામલની કુલ સંપત્તિ 24,830 કરોડ રૂપિયા છે.

વિરેન મર્ચન્ટ રાધિકા મર્ચન્ટના પિતા છે. તેઓ એન્કોર હેલ્થકેર કંપનીના સીઈઓ છે. તેમની કુલ સંપત્તિ 760 કરોડ રૂપિયા છે તે જ સમયે, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90 અબજ ડોલરથી વધુ છે. હાલમાં તેઓ વિશ્વના આઠમા સૌથી અમીર વ્યક્તિ છે.

દોસ્તો તમને જણાવી દઈએ કે હાલમાં જ તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. બંને પરિવારોએ રોકા સમારોહની ઉજવણી કરી હતી. રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ પણ દેશના પ્રખ્યાત પરિવારોમાં લગ્ન કર્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*