
બોલીવુડ અભિનેત્રી રિમી સેનનું નામ તો તમે સાંભળ્યું જ હશે.વર્ષ ૨૦૦૩માં હંગામા ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર રિમી સેન તેલગુ ફિલ્મની એક જાણીતી અભિનેત્રી છે જો કે પાછલા કેટલાય સમયથી બોલીવુડ ફિલ્મોથી દૂર રહેનાર રિમી થોડા મહિનાઓ પહેલાં જ પોતાના બોયફ્રન્ડ ને કારણે ચર્ચામાં આવી ગઈ હતી.
રિમી સેનના પ્રેમીએ તેની સાથે ૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું જો કે આ બનાવ બાદ હાલમાં ફરી વાર અભિનેત્રી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ અભિનેત્રીએ મીડિયામાં પોતાના લગ્ન અંગે વાત કરી હતી રીમીએ જણાવ્યું કે 25-26 વર્ષ સુધી તમને લગ્ન અને પાર્ટનર ની જરૂર રહે છે.
પણ જીવનના આ તબક્કે તમે તમારું સો ટકા પણ આપો તો પણ લોકો આવે અને જાય તેને કહ્યું કે દોસ્તીના બ્રેકઅપ પણ દુઃખી કરે છે.હું જાણી જોઈને પ્રેમ અને લગ્નથી દૂર રહુ છું.આ સાથે જ રીમીએ પોતાના કરિયર અંગે પણ વાત કરી હતી. કરિયર અંગે વાત કરતા તેને જણાવ્યું કે એક સમય બાદ મને કોમેડી ફિલ્મ જ મળતી હતી અને જે ફિલ્મ હું કરી રહી હતી તે ખાસ ચાલતી ન હતી જેને કારણે હું ફિલ્મથી દુર થઇ ગઇ હતી.
Leave a Reply