
એ તો તમે જાણતા જ હશો કે બોલીવુડ અભિનેતા સલમાન ખાન ઈદના તહેવારને કેટલું મહત્વ આપે છે પોતાની દરેક નવી ફિલ્મને તે ઈદ પર રિલીઝ કરતા હોય છે એટલું જ નહિ દર વર્ષે ઈદ પર સલમાન ખાન તેમના તરફથી એક ભવ્ય પાર્ટીનું આયોજન કરતા હોય છે જેમાં મોટાભાગના બોલીવુડ સેલિબ્રિટી હાજર રહેતા હોય છે.
હાલમાં જ ઈદના દિવસે પણ સલમાન ખાને આ નિયમ જાળવતા એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.જો કે આ વર્ષની પાર્ટી દર વર્ષ કરતા વધારે યાદગાર સાબિત થઈ હતી.જેનું કારણ હતી અભિનેત્રી કંગના રનૌત અભિનેત્રી કંગના રનૌત જે હમેશા બોલીવુડના કલાકારોની નિંદા કરતી જોવા મળતી હોય છે.
તે સલમાન ખાનની ઈદ પાર્ટીમાં જોવા મળી હતી જો કે કંગના ને પાર્ટીમાં જોતા માત્ર પાર્ટીમાં આવનાર લોકો જ નહિ અન્ય લોકોના હોંશ પણ ઉડી ગયા હતા જે બાદ લોકોએ કંગના ની નિંદા કરતા કહ્યું હતું કે તેની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એટલે સલમાન ખાનના તળવા ચાટવા આવી છે.
જો કે સલમાન ખાનની પાર્ટીમાં અનેક એવા લોકો પણ હતા જેને કંગનાના દુશ્મન માનવામાં આવે છે તેમ છતાં કંગનાનું ઈદ પાર્ટીમાં જવું ખરેખર સવાલ ઉભા કરે તેવું હતું.આ જ કારણ છે કે ઈદના આટલા દિવસ બાદ કંગના રનૌતે આ અંગે સ્પષ્ટતા કરી છે.હાલમાં કંગનાએ જણાવ્યું કે સલમાન ખાને તેમને ફોન કરીને જાતે પાર્ટીનું આમંત્રણ આપ્યું હતું.
જણાવી દઈએ કે પાર્ટીમાં બંને વચ્ચે એક સારો સંબંધ જોવા મળ્યો હતો એટલું જ નહિ એક તરફ બોલીવુડના તમામ કલાકાર કંગના રનૌત ની ફિલ્મ અંગે વાત કરતા ડરે છે એવામાં સલમાન ખાને કંગનાની ફિલ્મને પ્રમોટ કરી હતી આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply