
હૃતિક રોશન અને સબા આઝાદ હંમેશા પોતાની પ્રેમાળ પોસ્ટ અને રોમેન્ટિક તસવીરોને લઈને ચર્ચામાં રહે છે રિતિકે પત્ની સુઝેન ખાનને છૂટાછેડા આપી દીધા અને પછી લગભગ 16 વર્ષની છોકરી સબા આઝાદને ડેટ કરવાનું શરૂ કર્યું. સબા અને હૃતિકને ઘણી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવામાં આવ્યા છે.
તેઓ સોશિયલ મીડિયા પર સાથે તસવીરો પણ પોસ્ટ કરતા રહે છે અને વેકેશનમાં પણ સાથે જાય છે સમાચાર મુજબ સબા અને રિતિક તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે.
જે મુજબ હૃતિક રોશન બીજી વખત લગ્ન કરી શકે છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે હૃતિક અને સબા 2023 માં સાત ફેરા લેવાનું વિચારી રહ્યા છે ઘણા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક સબાને ‘ગર્લફ્રેન્ડ’માંથી ‘વાઈફ’ બનાવવા માંગે છે અને તે આ વર્ષે આવું કરી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હૃતિકનો પરિવાર અને તેના બાળકો પણ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે અને તેમને લાગે છે કે સબા રિતિક માટે પરફેક્ટ ચોઈસ છે. આ કપલ ચોક્કસપણે લગ્ન વિશે વિચારી રહ્યું છે પરંતુ તેમને કોઈ ઉતાવળ નથી.
બની શકે કે તેઓ વર્ષના અંત સુધીમાં તેમ કરવાનું નક્કી કરે, જ્યારે તેમના બધા કામ પૂરા થઈ જાય અને તેઓ એકબીજા સાથે સમય વિતાવી શકે અને લાંબા વેકેશન પર જઈ શકે હૃતિક અને સબા મોટા અને ભવ્ય લગ્ન કરવા માંગતા નથી તેઓ એક નાનકડો સમારંભ ઇચ્છે છે જેમાં ફક્ત તેમના પરિવાર અને નજીકના મિત્રો શામેલ હોય.
Leave a Reply