
ખાસ કરીને ચોમાસાના સમયમાં અનેક પ્રકારના દેડકાઓ જોવા મળે છે ત્યારે હાલના સમયના અંદર ઓસ્ટ્રેલિયામાંથી એક મોટો દેડકો મળી આવ્યો છે તેનું વજન 2.7 કિલો છે.
તેના મોટા કદ અને વજનને કારણે તેને ટોડઝિલા નામ આપવામાં આવ્યું છે જોકે આ પ્રજાતિના દેડકાને કેન ટોડ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં જે રેન્જર્સને તે મળ્યું છે તે કહે છે કે તે વિશ્વનો સૌથી મોટો દેડકા હોઈ શકે છે.
1991માં સ્વીડનના એક પાલતુ દેડકાને સૌથી મોટા દેડકા તરીકે નોંધવામાં આવ્યો હતો તેનું વજન 2.6 કિલો હતું. ઓસ્ટ્રેલિયાના કોનવે નેશનલ પાર્કના રેન્જર્સ આ દેડકાને પકડીને પોતાની સાથે લઈ ગયા હતા.
તેઓ કહે છે કે આ કદના દેડકા કંઈપણ ખાઈ શકે છે જે ઇકોસિસ્ટમ માટે સારું નથી. જો કે આ દેડકા દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે પરંતુ 1935માં શેરડીના જંતુઓને ખતમ કરવા અંગ્રેજો તેમને ઓસ્ટ્રેલિયા લઈ ગયા.
Leave a Reply