કાલે રિલીઝ થશે દુનિયાની સૌથી મોંઘી ફિલ્મ અવતાર-2, ફિલ્મનું બજેટ સાંભણીને ચોંકી જશો…

World's most expensive film Avatar-2 will be released tomorrow

જેની લાંબા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવવા જઈ રહ્યો છે વિશ્વની સૌથી મોંઘી ફિલ્મ અવતાર ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બર 2022 રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે આ ફિલ્મ 250 મિલિયન ડોલર એટલે કે 2000 કરોડ રૂપિયામાં બની છે.

આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે ફિલ્મ અવતારનો કોન્સેપ્ટ એક સ્વપ્નમાંથી આવ્યો છે ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કેમેરોનની માતા શર્લી કેમેરોનને એક સ્વપ્ન હતું જેમાં તેણે એક વાદળી રંગની છોકરી જોઈ જેની લંબાઈ લગભગ 12 ફૂટ હતી.

જ્યારે માતાએ આ સપનું જેમ્સને સંભળાવ્યું ત્યારે તેને એક એવા ગ્રહની વાર્તાનો વિચાર આવ્યો કે જેના પર વાદળી રંગના લોકો રહે છે, જેની ઊંચાઈ 10 થી 12 ફૂટ છે આ એ સમય હતો જ્યારે જેમ્સે ટાઇટેનિક બનાવવા વિશે વિચાર્યું પણ નહોતું.

ત્યારપછી તેણે પહેલા ટાઇટેનિક બનાવી અને 12 વર્ષ પછી અવતાર આવ્યો. તેનો બીજો ભાગ અવતારના 13 વર્ષ પછી આવી રહ્યો છે અવતાર પહેલા, ટાઇટેનિક વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

ત્યારબાદ 2009 માં અવતારએ આ રેકોર્ડ તોડ્યો હતો. માત્ર ટાઈટેનિક કે અવતાર જ નહીં, જેમ્સ કેમરોને ફિલ્મોમાં ટેક્નોલોજીનો પાયો નાખ્યો.તેમની ડેબ્યૂ ફિલ્મ ધ ટર્મિનેટરથી લઈને અવતાર 2 સુધી, તેની કારકિર્દી અને ફિલ્મો બનાવવાની રીત આશ્ચર્યજનક છે.

મજાની વાત એ છે કે જેમ્સ પોતાની ફિલ્મ લખ્યા પછી તેને ફિલ્માવવાની ટેકનીક પણ જાતે શોધે છે. લોકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક છે અને તેના માટે બુકિંગ પણ કરી રહ્યા છે, હવે જોવાનું એ રહેશે કે સ્ક્રીન પર આવ્યા બાદ આ ફિલ્મ કેટલી વધુ હિટ થશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*